ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''ઑક્સિડેશન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
ઑક્સિડેશન : જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન મેળવાતો હોય અથવા હાઇડ્રોજન ગુમાવાતો હોય તો તે પ્રક્રિયાને ઑક્સિડેશન કહેવાય છે. દા.ત.,
$(i)$ $4 Na + O _{2} \rightarrow 2 Na _{2} O$
$(ii)$ $2 H _{2}+ O _{2} \rightarrow 2 H _{2} O$
$(iii)$ $2 Mg + O _{2} \longrightarrow 2 MgO$
$(iv)$ $2 Cu (s)+ O _{2}(g) \rightarrow 2 CuO (s)$
આકૃતિમાં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે ? આ વાયુનું નામ દર્શાવો.
ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''રિડક્શન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો :
$(a)$ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ કાર્બન ડાયૉક્સાઇડ $\to $ કૅલ્શિયમ કાર્બોનેટ $+$ પાણી
$(b)$ ઝિંક + સિલ્વર નાઇટ્રેટ $\to $ ઝિંક નાઇટ્રેટ $+$ સિલ્વર
$(c)$ ઍલ્યુમિનિયમ $+$ કૉપર ક્લોરાઇડ $\to $ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ $+$ કૉપર
$(d)$ બૅરિયમ ક્લોરાઇડ $+$ પોટૅશિયમ સલ્ફેટ $\to $ બૅરિયમ સલ્ફેટ $+$ પોટેશિયમ ક્લોરાઇડ